બોલિવુડની પદમાવતી એટલે દીપિકા પાદુકોણ એક્ટર રણબીર કપૂર માટે 9 નવેમ્બર બહુ ખાસ દિવસ છે……..
કારણ કે દીપિકાએ આ દિવસે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 12 વર્ષ પૂર્ણ કરી લીધા છે. 2007માં દીપિકાની ડેબ્યુ ફિલ્મ ઓમ શાંતિ ઓમ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં દીપિકા શાહરૂખ સાથે રોમાન્સ કરતી નજર આવી હતી……….પોતાની પહેલી ફિલ્મથી જ દીપિકાએ સાબિત કર્યુ હતુ કે તે લાંબો રેસનો ઘોડો છે અને ફિલ્મોમાં તેનું ખાસ મહત્વ છે. તેની ખુબસુરતૂ, સ્ટાઈલ, સ્વભાવ, વ્યવહારથી તેણે સૌને ઇમ્પ્રેસ કર્યા હતા. દીપિકાએ બેક ટુ બેક કેટલીક હિટ ફિલ્મો દર્શકોને આપી હતી…….તેની સાથે આજ દિવસે રણબીર કપૂર અને સોનમ કપૂરની ફિલ્મ સાવરિંયા પણ રિલીઝ થઇ હતી..
ઓમ શાંતિ ઓમ બોક્સ ઓફિસ પર હીટ સાબિત થઇ હતી પણ સાવરિંયા ફોલ્પ સાબિત થઇ હતી…..આ જ દિવસે બોલિવુડમાં ત્રણ સિતારાનું આગમન થયું હતું જેમાથી બે રણબીર અને સોનમ સ્ટારકિટ હતા,પરંતુ દિપિકાના પરિવારનું એક્ટિંગ સાથે કોઇ ક્નેકશન ન હોવા છંતા તેને અત્યારે બોલિવુડમાં પોતાની ઓળખ બનાવી છે……
.દીપિકા હાલ મેઘના ગુલઝારની ફિલ્મ છપાકમાં નજર આવશે. જે એક એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલની કહાની છે. આ સિવાય તે રણવીર સિંહની આગામી ફિલ્મ 83માં તેની પત્નીની ભૂમિકા નિભાવશે. રૂમી દેવીના પાત્રમાં દીપિકા જાન રેડી દેશે.