બનાસકાંઠાના અંબાજી ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ રોડ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં જ ગ્રામ પંચાયત દ્વારા વિવિધ વિસ્તારોમાં 7 રસ્તા બનાવવામાં આવ્યા હતા. ત્યારે આ રસ્તાઓ હલકી ગુણવત્તાવાળા હોવાનો આક્ષેપ થયો હતો. આ અંગે અરજદાર દ્વારા તપાસની માંગણી પણ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, અંબાજી ગ્રામ પંચાયત દ્વારા હાલમાં જ વિવિધ વિસ્તારોમાં રસ્તા બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યુ હતું. જે અંતર્ગત ગ્રામ પંચાયતે 7 રસ્તાઓનું નિર્માણ કર્યુ હતું. જોકે, આ રસ્તા બનાવવામાં લાલીયાવાડી દાખવી હલકી ગુણવત્તાવાળા તૈયાર કર્યા હોવાના આક્ષેપો થવા લાગ્યા છે. જેને લઈ સ્થાનિક લોકોએ પણ ફરીયાદ કરી હતી. ત્યારબાદ અરજદાર દ્વારા આ અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જે અંતર્ગત આખરે તાલુકા કક્ષાઓના અધિકારીઓ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે રસ્તા બનાવવામાં હલકી ગુણવત્તાવાળો સામાન ઉપયોગ કરાયો છે કે કેમ તે તપાસ બાદ સામે આવશે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -