હાલ દિયોદરથી મળતી માહિતી મુજબ દિયોદરમાં ચોરીના બનાવમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે દિયોદર તાલુકાના વખા ગામે ખેતરમાં બનાવેલા ઘરમાં મુકેલા એક લાખથી વધુના સોના- ચાંદીના દાગીના ચોરી થતાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ગૂનો નોંધી તસ્કરોને ઝડપી લેવાના ચક્રોગતિમાન કર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર દિયોદરના વખા ગામે વધુ એક ચોરીનો બનાવ બન્યો છે. ખેતરમાં રહેઠાણ મકાનનું તાળું તોડી ચોરીને અંજામ આપવામાં આવ્યો..તાળું તોડી એક લાખ થી વધુ સોના-ચાંદીના દાગીનાની કરી ચોરી. દિયોદરમાં ચોરીના વધતા જતા બનાવના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ગામ લોકો ફરીયાદ કરવા પોલીસ મથકે પહોચ્યા અને પોલીસે વધુ તપાસ હાથ ધરી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વખા ગામમાં ખેતરમાં આવેલા ઘરમાં લાખોની ચોરી કરવાનો બનાવ સામે આવ્યો હતો. ફરિયાદ નોંધાવતાં પોલીસે ડોગ સ્કવોર્ડની મદદથી તસ્કરોનું પગેરૂ શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. નોંધનીય છે કે ખેતરમાંથી ચોરી થતાં કોઇ જાણભેદુની શંકા સેવાઇ રહી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -