આજ રોજ ભારતીય જનતા પાર્ટી થરાદના સંગઠનના હોદ્દેદારોની નવિન વરણી કરવામાં આવી હતી. જેમાં તાલુકા પ્રમુખ તરીકે દાંનાભાઇ માળી, મહામંત્રી તરીકે હરચંદભાઇ ઠાકોર, અભુભાઇ રાજગોર અને થરાદ શહેર નવીન હોદ્દેદારોમાં શહેર પ્રમુખ તરીકે ચંપકલાલ ત્રિવેદી મહામંત્રી તરીકે જેહાભાઇ હડીયલ, પ્રકાશભાઈ સોનીની વરણી કરતા ભાજપના સંગઠનમાં ખુશીની લહેર વ્યાપી હતી. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના સંસદ પરબતભાઇ પટેલ, વિસનગર ધારાસભ્ય ઋષિકેશ પટેલ, બનાસકાંઠા જિલ્લા પ્રભારી દુષ્યંત પંડ્યા, થરાદ ભાજપના આગેવાનો જીવરાજ ભાઇ પટેલ, માવજીભાઈ પટેલ, રૂપશીભાઇ પટેલ તથા જીલ્લા તથા તાલુકાના ભાજપના કાયૅકરો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે હિંમતનગરમાં પણ ભાજપના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં શહેર ભાજપના પ્રમુખ અને બે મહામંત્રીઓની સર્વાનુમતે વરણી કરાતા ભાજપ સંગઠનના પદાધિકારી સાથે કાર્યકરોએ નવનિયુકત હોદે્દારોને શુભેચ્છાઓ આપી હતી.