ધાનેરામાં શિયાળાની શરૂઆતમાં જ ચોરો બેફામ બન્યા છે. ગોકુલનગર સોસાયટીમાં ચાર મકાનના તાળા તૂટતા ચકચાર મચી જવા પામ્યું છે. ધાનેરામાં સતત પાંચ છ મહિનાથી ચોરો બેફામ બન્યા છે. અનેકવાર સીસીટીવી સામે આવવા છતાં ચોરોને પકડવા પોલીસ નિષ્ફળ રહી છે. ધાનેરામાં પોલીસની રાત્રી પેટ્રોલીંગ સામે અનેક સવાલો ઉઠયા છે. એમ પણ ચોરોને પોલીસનો હવે કોઈ જ ડર રહ્યો નથી. રાત્રી જ દરમિયાન કેમ ચોરો તો ધોળા દિવસે પણ બિન્દાસ ચોરી કરતા હોય છે અને પોલીસ ફક્ત હાથ પર હાથ મુકીને આખી રમત જોઈ રહી છે. ચોકવાનારી વાત તો એ છે કે સરકાર દ્વારા કડક બનાવાયેલા હેલમેટના કાયદા બાદ હેલ્મેટ ચોરીના બનાવો પણ વધી રહ્યા છે. મોટર સાયકલ ઉપર જતા બાઈક સવારો વાહન પાર્ક કર્યા બાદ જ્યાં કામ અર્થે જાય ત્યાં હેલ્મેટ ભૂલી જવાના અથવા બાઈક ઉપર મૂકેલી હોય તો હેલ્મેટ ચોરાઈ જવાના બનાવો વધી રહ્યા છે. હવે આ અંગે પોલોસનું શું કરશે કેવી રીતે આ બનતા ચોરીના બનાવોને ઓછા કરશે એ તો હવે જોવાનું રહ્યું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -