બનાસકાંઠા સહીત સમગ્ર તાલુકામાં ખાનગી કંપની દ્વારા અરજી સ્વીકારવાનું બંધ કરી દેતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. જ્યારે ડીસા સહીત ભીલડી પંથકમાં ખેડુતોની ખાનગી કંપની સોંપો યુનિવસર્લ દ્વારા વીમા અરજી સ્વીકારવાનું ચાલુ કર્યુ હતું પરંતુ ખેડુતોને માહીતી મળે તે પહેલાં જ છેલ્લી અરજી સ્વીકારવાનું બંધ કરી દેતા ખેડુતોમાં રોષ જોવા મળ્યો હતો. ખેડુતોને માંડ માંડ માહીતી મળવા લાગી ત્યારે માહીતી સંપૂર્ણ રીતે પુરી કરતા તે પહેલાં અરજી સ્વીકારવાનું બંધ કરી દેવાયુ હતું. જ્યારે વીમા કંપની દ્વારા તાત્કાલિક ધોરણે ફરી અરજી સ્વીકારવાનું ચાલુ કરવામાં આવે તેવી ખેડુતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આ મામલે ખેડૂતોએ પોતાનો રોષ પણ ઠાલવ્યોહતો. જ્યારે ગામડાઓના ખેડુતો દ્વારા વીમા કંપનીના અધિકારી સામે ભારે રોષ વ્યક્ત કરીને વિરોધ દર્શાવ્યો હતો. છેલ્લા ૭૨ કલાકમાં ખેડૂતોના કાને આ વાત પહોચે તે પહેલાં અરજી સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -