ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સરહદ છાપરી ચેકપોસ્ટથી દારૂ તસ્કર ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે અને અસામાજિક તત્વો પણ રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. આ થવા પાછળનું કારણ સરહદ છાપરી ચેક પોસ્ટ પરથી બીના રોક ટોક કે વાહન ચેકિંગ કર્યા વિના વાહનોને ગુજરાતમાં પ્રવેશ કરાવે છે. આ ચેકપોસ્ટથી નીકળતા વાહનો પાસે રૂપિયા વસૂલી હોમગાર્ડના કર્મચારીઓ દ્વારા નાણાં ઉઘરાવી પ્રવેશ આપે છે અને અસામાજિક તત્વોને મોકળું મેદાન પૂરું પડાય છે. દિવાળી વેકેશનમાં લાખો પર્યટક માઉન્ટ આબુ ફરવા જાય છે. સરહદ છાપરી ચેકપોસ્ટથી નીકળતા દરેક વાહન પાસેથી પોલીસ પૈસા વસૂલી કરતા નજરે પડે છે. જેનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું જ્યારે છાપરી ચેકપોસ્ટ પર વાહનો પાસે બોડર એન્ટ્રીના નામે રૂપિયા વસૂલી કરતા જોવા મળ્યા અને વાહન ચેકિંગ છોડીને એક બાજુ વાતોના વલખા મારતાં જોવા મળે છે. રાજસ્થાન અને ગુજરાત સરહદ છાપરી ચેકપોસ્ટ સીમાઓ પર નફટ પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ આ ફરજથી બેદરકાર છે જેના કારણે છાપરી ચેકપોસ્ટથી આતંકવાદી પણ ગુજરાતમાં પ્રવેશ કરી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે. તો એવા ભ્રષ્ટાચારી પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ કર્મીઓ પર ગુજરાત સરકાર તત્કાલ કાર્યવાહી કરે એવી માંગ માઉન્ટઆબુ આવતાં પર્યટકો કરી રહ્યા છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -