ગત અઠવાડિયે દિલ્હીમાં વકીલ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે થયેલી હિંસાના વિવાદે સમગ્ર દેશમાં ભારે ચકચાર મચાવી હતી. આ વિવાદના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા. જે અંતર્ગત ગુજરાતમાં વકિલો દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. દિલ્હીની તીસ હજારી કોર્ટ બહાર પોલીસ કર્મચારીઓ પોતાનું એક સંગઠન બનાવી ધરણા પર ઉતર્યા છે. તો ડીસામાં વકીલોએ કોર્ટ સંકૂલમાં કાળા કોટ પર લાલ પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો છે. દિલ્હીની તીસ હજારી કોર્ટમાં પાર્કિંગ વિવાદમાં થયેલા આ હોબાળા દરમિયાન પોલીસે ગોળીબાર કરતા રોષે ભરાયેલા વકીલોએ પોલીસનાં વાહનો સળગાવી દીધા હતા. આ ઘટનામાં એક વકીલને પણ ઈજા થઈ હતી. ત્યારે દિલ્હીની આ ઘટનાના પડઘા ડીસામાં પડ્યા છે.. ડીસામાં બાર એસોસિએશન દ્વારા ડીસા કોર્ટ સંકુલમાં આ ઘટનાના વિરોધમાં કાળા કોટ પર લાલ પટ્ટી બાંધી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.. સાથે સાથે વિરોધ પ્રદર્શન પર ઉતરેલા વકીલોએ જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ સાથે આગામી સમયમાં વકીલોની સુરક્ષા માટે મજબૂત કાયદા ઘડવાની માંગ કરી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -