દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતમાં અનેક મોટા શહેરોમાં અને ગામડાઓમાં ગાંધી સંકલ્પ યાત્રા નીકળવામાં આવી હતી. ત્યારે છોટાઉદેપુરના બોડેલી ખાતે પણ ભાજપ દ્વારા સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, બોડેલીના ખોડીયાર માતાના મંદિરથી આ યાત્રા પ્રારંભ કરવામાં આવી હતી. ગાંધીજીના 150મી જન્મ જયંતી નિમિતે જીલ્લામાં અનેક જગ્યાઓ પર આવા આયોજનો કરવામાં આવ્યા હતા. આ સંકલ્પ યાત્રામાં સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી જેવા અનેક કાર્યકરો અને હોદ્દેદારોએ હાજરી આપી હતી. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ગીતાબેન રાઠવા હસ્તે છોટાઉદેપુરથી અલિરાજપુર સુધીની નવી ટ્રેનનું શુભારંભ કરવામાં આવ્યું હતું. આ ટ્રેન 11 વરસ 8 મહિના અને 22 દિવસ બાદ શરૂ થઇ હતી. ન માટે કદાચ છોટાઉદેપુર કરતા અલિરાજપુરવાસીઓમાં વધારે આનંદ અને ઉત્સાહ હતો. કારણ કે ટ્રેન આવતા જ અલિરાજપુરમાં ઢોલ નગારા તેમજ આતિશબાજી સાથે ટ્રેનનું સ્વાગત કરાયું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -