મહીસાગર જિલ્લા મઝદુર સંઘ દ્વારા મહીસાગરના જિલ્લા મથક લુણાવાડા ખાતે આશા વર્કરનો 18,000 તેમજ આશા ફેસીલેટર બહેનોનો 25,000 તેમજ આંગણવાડી કાર્યકર બહેનોને 24,000 અને તેડાગર બહેનોને 18,000 પગાર ભથ્થાની લઘુત્તમ વેતનની માંગણી કરવામાં આવી. તમામ બહેનોને પી.એફ, પેંશન,ગ્રેજ્યુટીનો લાભ આપવામાં આવે, તમામ બહેનોને લાયકાત અને સિનિયોરિટીને ધ્યાને લઇ પ્રમોશન આપવામાં આવે તથા તમામ બહેનોને વેતનનું નિયમિત ચુકવણું કરવામાં આવે અને તમામ અંતરિયાળ વિસ્તારોમાં કામગીરી કરવા માટે ડિફિકલ્ટી એનાઉન્સમેન્ટ આપવામાં આવે જેવી અનેક પ્રશ્નોને આવેદનપત્રમાં લખવામાં આવી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -