પાલનપુર રાધનપુર નેશલન હાઇવે કાંકરેજ તાલુકામાથી નીકળે છે. ત્યારે કાંકરેજ તાલુકાને હાઇવેના કારણે પારાવર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી રહ્યો છે. બે ટોલનાકાના કારણે અને હાઇવે ઓથોરીટી દ્રારા સર્વિસ રોઙ ના બનાવી આપતા કાંકરેજ તાલુકાની પ્રજાને રાધનપુર કે પાલપુર જતા ટોલ ફરીને જવુ પઙે છે. 40 કિ.મીના અંતરે કાંકરેજ વિસ્તારના લોકોને બન્ને બાજુ નીકળતા જ ટોલ ભરવો પઙે છે. ત્યારે લોકોની માંગ છે કે સ્થાની લોકલ વાહનોનો ટોલ માફ કરવામા આવે અથવા સર્વિસ રોઙ બનાવી આપવામા આવે. બનાસકાંઠામાથી પસાર થતો નેશનલ હાઇવે દૈનીક વાહનચાલકો પાસેથી લાખો રૂપીયોનો ટોલ ટેક્સ વસુલ છે. છતા હાઇવે ઉપર રખઙતા પશુ ઢોર માટે કોઈ જ પ્રકારની વ્યવસ્થા નેશનલ હાઇવે ઓથોરીટી દ્રારા કરવામા આવતી નથી. કાંકરેજ તાલુકાની જ વાત કરવામા આવેતો ઉણથી મુઠેઙા સુધી ઠેર ઠેર ગાયો, આખલા તેમજ અન્ય ઢોર હાઇવે પર બિન્દાસ બેઠેલા કે રખઙતા જોવા મળી રહ્યા છે. વારંવાર કેટલીક વાર અકસ્માત થવાના બનાવો બન્યા છે. અનેક વાર વઙા, ઙુગરાસણ પાસે પણ આખલાઓનું કે ગાયોનુ અકસ્માતના કારણે મુત્યુ પણ થાય છે. મોટા અને નાના વાહન ચાલકોને મુશ્કેલી વેઠીને વાહન ચલાવવુ પઙે છે. પણ લાખો કરોઙોના વેરા ઉઘરાવતા નેશનલ હાઇવે ઓથોરીટીને કઇ જ દેખાતુ નથી અને આવા રખઙતા ઢોર માટે કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામા આવતી નથી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -