બનાસકાંઠામાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કમોસમી વરસાદને કારણે મગફળીના પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. વરસાદને કારણે ખેતરમાં રાખેલા મગફળીના પાથરા પલળી જતાં મગફળીના પાકને મોટું નુકસાન થયું છે. જેને લઈને ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, સુઇગામ,ડીસા અને વડગામમાં ભારે વરસાદી ઝાપટાંથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે.વરસાદથી ભીલડી માર્કેટયાર્ડની 8 હજાર બોરી પલળી ગઈ છે.રાજ્યસરકારની સૂચના બાદ ખેતીવાડી વિભાગના 72 ગ્રામસેવકો દ્વારા 14 તાલુકામાં સર્વે આરંભ કરવામાં આવ્યો છે.તાલુકા વાઇઝ સર્વે ટીમોના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. ખેડુતોના ગવારના કાપણી કેટલા પાકને તથા મગફળી,એરંડા અને કપાસના પાકોને ભારે નુકસાન થવા પામ્યું હતું. તદુપરાંત અનેક ગામોમાં જીરૂ, વરિયાળી, ઇસબગુલ તથા રાયડાના પિયતના ક્યારા ભરાઈ જવાના કારણે વાવેતર પણ નષ્ટ થવા પામ્યું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -