રાણાવાવ શહેરમાં કોંગ્રેસ દ્વારા પાક વીમાને લઇ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાણાવાવ તાલુકામાં સતત ચાર દિવસથી વરસી રહેલો વરસાદથી ખેડૂતોના પાકમાં થયેલું નુકસાન તેમજ ખેતીવાડીની જગ્યાઓમાં સતત ભરેલુ પાણીથી જગતનો તાત બેહાલ થયો છે. તેવામાં રાણાવાવ શહેરમાં પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ ખિસ્તરીયા દ્વારા રાણાવાવ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં ખેડૂતોને થયેલું નુકશાન તેમજ પાકવિમો સોએ સો ટકા પાસ કરવાની માંગ કરવામાં આવેલી છે. હાલ વરસી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મગફળીમાં થયેલું નુકસાન કપાસ તેમજ અન્ય મોસમમાં થયેલું નુકસાન રાણાવાવ તાલુકાને લીલો દુકાળ જાહેર કરવા તેમજ પશુઓને ઘાસચારો પહોંચાડવામાં આવે તેવા હેતુસર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રથી સરકાર ખેડૂતોને તાત્કાલિક સહાય પાસ કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવેલી હતી. આવેદનપત્રમાં કોંગ્રેસના જીલ્લા પ્રમુખ પ્રતાપભાઇ ખિસ્તરીયા તેમજ રાણાવાવ તાલુકાના તમામ ખેડૂતો જોડાયા હતા.