ધાનેરા નગરપાલિકામાં ભાજપના સભ્યો દ્વારા નગરપાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે. ધાનેરા પાલિકામાં 28 બેઠકો પૈકીની 17 બેઠકો કોંગ્રેસ અને 11 બેઠકો ભાજપ પાસે છે. ધાનેરા પાલિકામાં કોંગ્રેસના યુસુફખાન બેલીમ પ્રમુખ તરીકે છે. ત્યારે સોમવારે ભાજપના 11 સભ્યો દ્વારા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. નગરપાલિકા પ્રમુખ પોતાની ફરજો બજાવવામાં નિષ્ફળ ગયા છે, સભ્યોને વિશ્વાસમાં લીધા વગર પાલિકાના નાંણાનો બેફામ રીતે દુર ઉપયોગ કરી ભ્રષ્ટાચાર કર્યો છે તેમજ આરોગ્યની સેવાઓ પુરી પાડવામાં નિષ્ફળ ગયા છે, તે બાબતને લઇને ભાજપના 11 સભ્યોએ પોતાની સહી સાથેની અરજી નગરપાલિકા ટપાલ વિભાગને આપવામાં આવી છે.આ અંગે ચીફ ઓફિસર એસ.એમ.અંસારીએ જણાવ્યું હતું કે ‘ભાજપના 11 સભ્યોની સહી સાથેની અવિશ્વાસની અરજી અમારી કચેરી ખાતે આવ્યાની મને જાણ કરવામાં આવી છે, મારે મીટીંગ હોવાથી હું કચેરી ખાતે હાજર ન હોવાથી વધુ માહીતી નથી.’
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -