અમીરગઢ સહીત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કરણીસેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પ્રાપ્ત વધુ માહિતી અનુસાર રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત વિરુદ્ધ તા.31/10/2019ના રોજ રાપર પોલીસ સ્ટેશન (કચ્છ) માં તેમના ભાષણ ઉપર એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવવામાં હતી. જેને લઈને આજ રોજ જિલ્લા કલેક્ટર સાહેબને તેમજ તમામ તાલુકામાં મામલતદાર સાહેબને કરણીસેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં રાપર મુકામે જે ફરિયાદ કરવામાં આવી એ ખોટી ફરિયાદ છે જે પરત લેવામાં આવે અથવા સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું. નહીંતર આવનારા સમયમાં કરણીસેના દ્વારા ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ આપવામાં આવી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -