બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં 70ના દાયકાને સુવર્ણ યુગ કહેવામાં આવે છે. વિનોદ ખન્ના આ યુગના શ્રેષ્ઠ કલાકારોમાંના એક છે. પરંતુ વિનોદ ખન્ના જ્યારે તેની કારકિર્દીની ટોચ પર હતા અને અચાનક સંન્યાસની ઘોષણા કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. વિનોદે આધ્યાત્મિક શિક્ષક ઓશોનો આશરો લઈ લીધો હતો. હવે તેનો નાનો પુત્ર સાક્ષી ખન્ના પણ તેના જ માર્ગે ચાલતો નજરે પડે છે. જો સૂત્રોની વાત માનીએ તો સાક્ષી ઓશો ઇન્ટરનેશનલમાં જોડાય ગયો છે……..સાક્ષી વિનોદ ખન્નાની બીજી પત્ની કવિતા ખન્નાનો પુત્ર છે. વિનોદે વર્ષ 1990માં ઉદ્યોગપતિ સરયુ દફ્તરેની પુત્રી કવિતા સાથે લગ્ન કર્યા. સાક્ષીની એક બહેન પણ છે. તેનું નામ શ્રદ્ધા ખન્ના છે……..સાક્ષી ખન્ના વિશે વાત કરીએ તો તે ફિલ્મ તીન ઓર આધાનો ભાગ રહી ચૂક્યો છે. આ ફિલ્મમાં ઝોયા હુસેન અને જીમ સરબ મુખ્ય ભૂમિકામાં હતા. આ સિવાય બાજીરાવ મસ્તાની ફિલ્મમાં સાક્ષી ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીનો સહાયક દિગ્દર્શક હતો…….કેટલાક વર્ષો પહેલા એક અફવા પણ આવી હતી કે સાક્ષી એક લીડ એક્ટર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કરવાનો છે. પરંતુ આ ખબર ખોટી પડી અને એવું કશું થયું નહી. વચ્ચેના સમયગાળા દરમિયાન પૂનમ પાંડે સાથે સાક્ષી ખન્નાના અફેરની પણ અફવાઓ સામે આવી હતી. તે બંને એક સાથે જોવા મળ્યા હતા અને સાથે સમય વિતાવવાનું પસંદ કરતા હતા. જોકે, પૂનમ અને સાક્ષીએ બંનેએ ક્યારેય તેમના સંબંધો પર ટિપ્પણી કરી નથી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -