અક્ષય કુમારની ‘લક્ષ્મી બોમ્બ’ તથા સલમાન ખાનની ‘રાધેઃ ધ મોસ્ટ વોન્ટેડભાઈ’ આવતા વર્ષે ઈદ પર એટલે 22 મે, 20202માં રિલીઝ થવાની છે. ‘લક્ષ્મી બોમ્બ’ને રાઘવ લોરેન્સ ડિરેક્ટ કરશે અને આ ફિલ્મમાં અક્ષય કુમાર તથા કિઆરા અડવાણી છે.
પહેલાં આ ફિલ્મ જૂન 5, 2020મા રિલીઝ થવાની હતી……..સલમાન ખાને પહેલી નવેમ્બરે ‘રાધે’નું શૂટિંગ શરૂ કર્યું. આ ફિલ્મને પ્રભુદેવા ડિરેક્ટ કરશે અને ફિલ્મમાં દિશા પટની, જેકી શ્રોફ તથા રણદીપ હુડા સહિતના સ્ટાર્સ છે.
પ્રભુદેવા તથા સલમાન ખાન ત્રીજીવાર સાથે કામ કરશે. આ પહેલાં તેમણે ‘વોન્ટેડ’ તથા ‘દબંગ 3’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ પણ ઈદ પર રિલીઝ થવાની છે. ઉલ્લેખનીય છે કે પહેલાં સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘ઈન્શાઅલ્લાહ’ રિલીઝ થવાની હતી. આ ફિલ્મમાં સલમાન ખાન તથા આલિયા ભટ્ટ કામ કરવાના હતાં. જોકે, શૂટિંગના ત્રણ દિવસ પહેલાં જ સલમાને આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી.અક્ષય કુમારે હોરર કોમેડી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નો ફર્સ્ટ લુક ઓક્ટોબરમાં રિલીઝ કર્યો હતો. આ ફિલ્મમાં અક્ષય લક્ષ્મી નામનાં ટ્રાન્સજેન્ડર ભૂતના રોલમાં છે. આ ફિલ્મ હિટ તમિળ હોરર કોમેડી ફિલ્મ ‘કંચના 2’ની હિન્દી રિમેક છે.