ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomatoના શેરમાં સોમવારે તોફાની વધારો જોવા મળ્યો હતો. સોમવારે Zomatoનો શેર 4% વધીને રૂ. 232 થયો હતો. કંપનીના શેર તેમની સર્વકાલીન ઊંચાઈએ પહોંચી ગયા છે. Zomatoનું માર્કેટ કેપ પણ રૂ. 200000 કરોડને પાર કરી ગયું છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 185 ટકાથી વધુનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન Zomato શેર રૂ. 80.18 થી વધીને રૂ. 232 થયો છે. Zomato શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર રૂ. 76.50 છે.
કંપનીએ તેની પ્લેટફોર્મ ફીમાં વધારો કર્યો છે
Zomatoએ તેની પ્લેટફોર્મ ફી વધારીને 6 રૂપિયા કરી દીધી છે. અગાઉ Zomatoની પ્લેટફોર્મ ફી 5 રૂપિયા હતી. નવી પ્લેટફોર્મ ફી દિલ્હી અને બેંગલુરુ જેવા મોટા બજારોમાં લાગુ થશે. આનાથી Zomatoની નફાકારકતા પર સકારાત્મક અસર પડશે. વિદેશી બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલીએ ઝોમેટોને ઓવરવેઇટ રેટિંગ આપ્યું છે અને કંપનીના શેર માટે રૂ. 235નો ટાર્ગેટ ભાવ આપ્યો છે. Elara Capital એ Zomatoના શેરને બાય રેટિંગ આપ્યું છે અને કંપનીના શેર માટે રૂ. 280નો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝે Zomato શેર માટે રૂ. 300નો પ્રાઇસ ટાર્ગેટ આપ્યો છે.
દોઢ વર્ષમાં Zomato શેર 390% વધ્યો
ઝોમેટોના શેરમાં તાજેતરના સમયમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. છેલ્લા દોઢ વર્ષમાં કંપનીના શેર 390% વધ્યા છે. 27 જાન્યુઆરી, 2023ના રોજ Zomatoના શેર રૂ. 46.95 પર હતા. 15 જુલાઈ 2024ના રોજ કંપનીના શેર રૂ. 232 પર પહોંચી ગયા છે. છેલ્લા એક વર્ષમાં ફૂડ ડિલિવરી કંપનીના શેરમાં 185 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. 17 જુલાઈ, 2023ના રોજ કંપનીના શેર રૂ. 80.18 પર હતા, જે 15 જુલાઈ, 2024ના રોજ રૂ. 232 પર પહોંચી ગયા હતા. Zomatoના શેરમાં છેલ્લા 4 મહિનામાં 44% થી વધુનો વધારો જોવા મળ્યો છે.