કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દિવાળીના વેકેશનમાં 8 દિવસમાં સવા લાખ પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. અને દિવાળી વેકેશન દરમિયાન 5 લાખ પ્રવાસીઓ આવશે. તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે આજે 30 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. સ્ટેચ્યુ સાથે સરદાર સરોવર નર્મદા ડેમ અને અન્ય પ્રોજેક્ટો પણ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દિવાળીના વેકેશનમાં 8 દિવસમાં સવા લાખ પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. અને દિવાળી વેકેશન દરમિયાન 5 લાખ પ્રવાસીઓ આવશે. તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે આજે 30 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.
સ્ટેચ્યુ સાથે સરદાર સરોવર નર્મદા ડેમ અને અન્ય પ્રોજેક્ટો પણ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.નર્મદા જીલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો છે. તંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના મેઈન્ટેન્સ માટે સોમવારે પ્રવાસીઓમાટે બંધ રાખવામાં આવે છે. પ્રવાસીઓ માટે સારા સમાચાર એપણ છે કે, તંત્ર દ્વારા દિવાળીના દિવસોમાં અને નવું વર્ષ સોમવારે આવતું હોવાથી પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ખુલ્લું રાખવામાં આવશે. તંત્રના જણાવ્યા મુજબ આ દિવાળીના મીની વેકેશનમાં 5 લાખ કરતા વધુ પ્રવાસીઓ આવે તેવી આશા બંધાઈ છે.