બનાસકાંઠામાં કમોસમી વરસાદ થતા હાલમાં ખેતરોમાં ઉભેલા તૈયાર કપાસના પાક અને મગફળીના પાકમાં ભારે નુકસાન થઇ રહ્યું છે. ખેડૂત પર વારંવાર આવી કુદરતી હોનારત થઇ રહી છે. ખેતીમાં વ્યાપક નુકસાન થતા જગતનો તાત ગણાતા ખેડૂતો એકદમ પાયમાલ થઇ ગયા છે. બનાસકાંઠાનો અમીરગઢ પંથક મુખ્ય ખેતી અને પશુપાલન પર આધારિત હોવાથી અગાઉ નવરાત્રીમાં પણ લગાતાર ચાર દિવસ વરસાદ થતા તૈયાર થયેલ મગફળીનો પાક ઉગી નીકળ્યો હતો. જેમાં મોટુ નુકસાન થતા ધરતી પુત્રો વિમાસણમાં મુકાઈ ગયા હતા અને હવે આ કમોસમી વરસાદમાં કપાસ અને મગફળીનો સોથ વળી જતા ખેડૂતોનાં પડ્યા પર પાટુ મારતા કુદરતે ક્રૂર મજાક કરી છે. એક તરફ સારા ભાવો ન મળતા પણ ખેડૂતો ચિંતામાં ડુબાયેલા હતા અને અગાઉના નુકસાનની મૂંગી મારમાથી ઉભર્યા ન હતા તેવામાં એકવાર ફરી નુકસાન વેઠવવાનો વારો આવતા આજનો ખેડૂત માત્ર સરકાર પાસે વિગતવાર સર્વે કરી નુકસાનના સારા વળતરની આશ રાખી બેઠેલો છે. ત્યારે જોવાનુ રહ્યુ કે સરકાર હવે આવા ખેડૂતોની સહાય કઈ રીતે કરે છે કે પછી સહાય માત્ર ચોપડે જ નોધાઇ છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -