ધાનેરામાં ર્ડો દેવાભાઈ ચૌધરી પોતાની હોસ્પિટલમાં એટલે કે ન્યુ લાઈફ ચીલ્ડન હોસ્પિટલમાં બાલ સખા 3ની યોજના ચલાવતા હતા. જે સરકારી યોજના થકી દર્દીઓ મફત સારવાર આપવાની હતી અને તેના બિલો બાલસખા 3 યોજના અંતર્ગત સરકાર ચૂકવતી હોય છે. પણ આ હોસ્પિટલમાં પૈસા ના લાલચુ એવા ર્ડો દેવાભાઈ મિસ યુઝ કરતા હતા. એટલે કે દર્દીથી એડવાન્સ રૂપિયા લેતા હતા. જે બાબતની ધાખા ગામના દર્દીએ ધાનેરા ટી.એચ.ઓને લેખિત રજુઆત કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. જેમાં ર્ડો.દેવાભાઈએ દર્દી જોડે એડવાન્સમાં રૂપિયા લીધા હોવાનું ખુલતા ઉપરી અધિકારીને જાણ કરવામાં આવી હતી અને સરકારી યોજનાનો લાભ આપવાનાના બદલે રૂપિયા કમાવવાની યોજના માનતા ર્ડો દેવાભાઈ સાથે ના બાલ સખા 3ના એમ.ઓ.યુ કેન્સલ કરવામાં આવતા સમગ્ર ધાનેરાના ડોકટર આલમમાં ચકચાર મચી જવા પામી છે. ડોકટરએ ભગવાન નું સ્વરૂપ હોય છે પણ અહીંયા તો ભગવાન પણ કમાવવા માટે હાટડી ખુલી હોય એવું લાગી રહ્યું છે. બાળકએ ભગવાન સ્વરૂપ હોય છે બાળકમાં ભગવાનનો વાસ હોય છે પણ આ દેવાભાઈએ તો ભગવાનની સારવારમાં પણ ગેરરીતિ આચરતા બાલ સખા 3ના એમ ઓ યુ કેન્સલ કરવામાં આવ્યા છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -