ભાભરમાં ડેન્ગ્યુના ભરડામાં લોકો સપડાયા છે. પ્રાઇવેટ દવાખાના દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે તેમજ મોટા ભાગ ના દર્દીઓ વાયરસ તેમજ સતત પેટીએમ કાઢવા જેવા દર્દીઓ જોવા મળી રહ્યા છે જેને લઇ લોકોમાં દહેશતનો માહોલ છે તયારે ભાભરમાં આરોગ્ય તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી ગયું છે.તંત્ર કાગળ પર કામગીરી કરતું હોય તેવું વર્તાઈ રહ્યું છે તંત્ર ને જગાડવા તેમજ લોક સેવા માટે સતત ત્રણ દિવસથી અંબિકા નગર સોસાયટી મિત્ર મંડળ આયોજિત ભાભરમાં ડેન્ગ્યુ પ્રતિકારક જ્યુસ સેવાભાવી લોકો દ્વારા પપૈયાના અને લીમડાના પાનનો રસનો જ્યુસ બનાવીને અંબિકા સોસાયટીના નાકે કેમ્પ રાખવામાં આવ્યો છે.જેમાં મોટી સંખ્યામાં લોકો આયુર્વેદ ઉપચાર કરી ડેન્ગ્યુ સામે લડી રહ્યા છે. ભાભરમાં મોટી સંખ્યામાં લોકો ડેન્ગ્યુના ભરડામાં સપડાયા છે. ત્યારે જિલ્લાનું આરોગ્ય તંત્ર ચૂપ કેમ છે.?તેની સામે દર્દીઓમાં રોષ ફેલાયો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -