રાજ્યમાં માર્ગ અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવે છે. બનાસકાંઠામાં પણ અકસ્માતોના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ડીસામાં હાલમાં ઓવર બ્રિજ બનાવવાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. જેને લઈ દિવસ દરમિયાન અવાર નવાર ટ્રાફિક જામ થવાની સમસ્યા રોજિંદી બની છે.દિવસ દરમિયાન અવાર નવાર ટ્રાફિક જામ થઈ જતા રાહદારીઓની હાલત કફોડી બની જાય છે અને અનેક વાર નાના મોટા અકસ્માત પણ બને છે ડીસા ખાતે અકસ્માતમાં એક આધેડનું મોત નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર બનાસકાંઠામાં અજાણ્યા વાહને આધેડને અડફેટે લીધો હતો. રસ્તો ક્રોસ કરતા સમયે અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.. અકસ્માતમાં આધેડનુ ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યુ હતુ. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. જ્યારે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતાં ડીસા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા હોસ્પિટલ ખસેડાયા હતો. તપાસમાં મૃતકનું નામ સેધાભાઈ રામજીભાઈ મેંજિયાતર હોવાનું જાણવા મળ્યુ છે. જ્યારે તે મોટા કાપરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યુ છે. મહત્વનું છે કે બનાસકાંઠામાં પણ અકસ્માતોની ઘટનાઓમાં વધારો થયો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -