મહારાષ્ટ્રના કોસ્ટલ ટાઉન રત્નાગીરીમાં વરસાદથી ભીંજાયેલા રસ્તા પર આઠ ફૂટ લાંબા મગરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રત્નાગિરી જિલ્લાના ચિપલુન શહેરના ચિંચનાકા વિસ્તારમાં વરસાદ વચ્ચે એક ઓટોરિક્ષા ચાલકે વીડિયો શૂટ કર્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે મગર આઝાદીથી ફરે છે અને લોકો પણ ત્યાંથી પસાર થઈ રહ્યા છે.
વીડિયોમાં કેટલાક અન્ય વાહનો પણ જોવા મળી રહ્યા છે અને એક ઓટોરિક્ષા ચાલક તેની હેડલાઈટ ફલકાવીને મગરનો પીછો કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. અધિકારીએ કહ્યું કે મગર નજીકની શિવ અથવા વશિષ્ઠી નદીઓમાંથી વહેતી થઈને શહેરમાં પ્રવેશ્યો હોઈ શકે છે.
ત્યાંથી પસાર થતા ઘણા લોકોએ રસ્તા પર મગરનો વિડિયો પણ બનાવ્યો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો. એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે આ ઘટના રવિવારે રાત્રે બની હતી.
A video has surfaced of the crocodile 🐊 roaming on the roads of Ratnagiri, Maharashtra.
Heavy rains has caused him/her to come out of the river.
pic.twitter.com/U8NAWG3UXq— Neetu Khandelwal (@T_Investor_) July 1, 2024