મનોરંજનની દુનિયામાં 3 દાયકા કરતા પણ વધુ સમયથી અલગ અલગ ભૂમિકાઓ ભજવીને દર્શકોના દિલ જીતી લેનાર રીટા ભાદુરીએ ન માત્ર બોલિવૂડમાં જ કામ કર્યું છે તેણે બોલિવૂડની ફિલ્મો ઉપરાંત હિન્દી સિરીયલ અને ગુજરાતી ફિલ્મોમાં પણ ખૂબ જ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તો કોણ છે રીટા ભાદુરી અને તેના જીવનમાં કેવા કેવા ઉતાર ચઠાવ આવ્યા આવો જાણીએ અમારા વિશેષ અહેવાલમાં
રીટા ભાદુરીનો જન્મ ઉત્તર પ્રદેશના લખનૌમાં ૪ નવેમ્બર ૧૯૫૫ના રોજ થયો હતો. તેમણે અભિનય કરીયરની શરૂઆત ૧૯૬૮થી કરી હતી અને ૨૦૧૮ સુધી એટલે કે જીવનના અંત સુધી આ અભિનય યાત્રાને અવિરત રાખી હતી. તેઓ સ્ટાર ભારત ચેનલ પરના ટીવી શો ‘નિમકી મુખીયા’માં દાદીમાના રોલમાં તેમને દર્શકોએ ખૂબ જ આવકાર્યા હતા. રીટા ભાદુરીને પોતાના કામ પ્રત્યે એટલી નિષ્ઠા અને લગાવ હતો કે બિમાર રહેતાં હોવા છતાં ટીવી શોના સેટ પર સમયસર પહોંચી જઇ પોતાનું કામ યોગ્ય રીતે પૂર્ણ કરતા હતા.રીટા ભાદુરીએ ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કરીને દર્શકોના દિલમાં અનેરૂ સ્થાન ઉભુ કર્યુ હતું. મુળ યુ.પી.ના હોવા છતાં તેમણે ગુજરાતી ફિલ્મોમાં પણ સારી ચાહના મેળવી હતી. તેમણે 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યું હતું.
તેમણે અભિનય કરેલી ફિલ્મોની ઝલક જોઇએ તો 1968માં તેરી તલાશ મેં, 1975માં કન્યાકુમારી, જુલી, ઉધાર કી જિંદગી, અકિલા કુલવધૂ, આઇના, ખૂન કી પૂકાર, વિશ્વનાથ, કોલેજ ગર્લ, સાવન કો આને દો, કાશીનો દિકરો, ગોપાલ ક્રિષ્ના, નાગિન ઓૈર સુહાગન, કનિદૈ લાકિઅ ખંજર, રાધા ઓૈર સિતા, હમ નહિ સુધરેંગે, ઉન્નસી બીસ, ગેહરાઇયા, ગરવી નાર ગુજરાતણ, અકીલા જાગ્યા ત્યારથી સવાર, વોહ ફીર નહિ આઇ, બેઝૂબાન, નાસ્તીક, કેવી રીતે જઇશ જેવી ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
આ ઉપરાંત અનેક ટીવી શોમાં પણ કામ કર્યુ હતું. જેમાં માહી, એક નયી પહેચાન, આજ કી હાઉસવાઇફ…સબ જાનતી હૈ, બાની-ઇશ્ક દા કલમા, મિસીસ કૌશિક કી પાંચ બહુએ, ક્રિષ્નાબેન ખાખરાવાલા, અમાનત, એક મહેલ હો સપનો કા, સહિતના ઘણા ટીવી શો માં કામ કર્યું છે.