બિહારની રાજધાની પટના આ વર્ષે ચોમાસાના પહેલા વરસાદમાં ડૂબી ગયું. ગુરુવારે બપોરે ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પટના એરપોર્ટ પર પણ પાણી ભરાઈ ગયું હતું. આ ઉપરાંત હોસ્પિટલોની બહાર ઘૂંટણ નીચે સુધી પાણી ભરાયા હતા જેના કારણે દર્દીઓને સારવાર માટે આવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગાંધી મેદાન, બેઈલી રોડ, મિલ સ્કૂલ, ઈન્કમટેક્સ ગોલંબર સહિતના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કૈલાશ પથ પર આવેલા શિવપુરી નાળામાં સ્કૂટર સવાર ગટરમાં પડી ગયો હતો. કોઈ રીતે લોકોએ યુવકને બચાવ્યો, પરંતુ સ્કૂટર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું.
મળતી માહિતી મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજધાની પટના અને આસપાસના વિસ્તારોમાં ત્રાટક્યું છે. ગુરુવારે બપોરે પટનામાં ભારે વરસાદ શરૂ થયો હતો. લોકો ચોમાસાના પ્રથમ વરસાદની મજા માણવા લાગ્યા હતા. લોકોને ભેજવાળી ગરમીમાંથી ખૂબ જ જરૂરી રાહત મળી હતી, પરંતુ થોડા સમય પછી પાણી ભરાવાને કારણે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
શાસ્ત્રીનગર હોસ્પિટલની અંદર ભારે પાણીનો ભરાવો થયો હતો. વોર્ડમાં પણ વરસાદી પાણી ઘુસી ગયા હતા. જેના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પટના એરપોર્ટ પર પણ પાણી ભરાયા હતા. રનવે ઘૂંટણિયે પાણીથી ભરાઈ ગયો હતો. જેડી વિમેન્સ કોલેજ પાસે પાણી ભરાવાને કારણે વિદ્યાર્થિનીઓને ઘરે પરત ફરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
શિવપુરી નાળા પાસેની વસાહતમાં ભારે પાણી ભરાયા છે, જેના કારણે ત્યાં રહેતા લોકો પરેશાન છે. અટલ પથ પર ઘૂંટણ સુધીનું પાણી જમા થયું. બેઈલી રોડ પર હનુમાન મંદિર પાસે ગટરનું ગંદુ પાણી રોડ પર આવી ગયું હતું. ગાર્ડીનર હોસ્પિટલની બહાર પાણી ભરાયા.