મોરબી નજીક આવેલા પીપળી પાવર સબ સ્ટેશનના 220/66 KVના ટ્રાન્સફોર્મમાં આજે બપોરના સમયે ધડાકાભેર આગ લાગતા દોડધામ મચી ગઇ છે. ફાયર વિભાગને આગનો કોલ મળતા જ એક ફાયર ફાઇટર સ્થળ પર રવાના થયું છે અને બીજું ફાયર ફાઇટર પહોંચવાની તૈયારીમાં છે.સ્થળ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર પીપળી પાવર સબ સ્ટેશનમાં અત્યારે આગ લાગી છે. આથી 2 ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ વિકરાળ થતી જતી હોવાથી અને બાજુમાં જ અન્ય ટ્રાન્સફોર્મ હોવાથી સાવચેતીના તમામ પગલાં લેવાઈ રહ્યા છે. વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે. આગ લગભગ બે કલાકની જહેમત બાદ કાબુમાં આવી શકે છે તેવું સ્થળ પરથી જાણવા મળી રહ્યું છે. જાનહાનીના કોઈ અહેવાલો નથી.