સંજય લીલા ભણસાલીએ ‘ઇન્શાઅલ્લાહ’ બંધ થયા બાદ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. હવે ન્યૂઝ એવા છે કે ફિલ્મમાં હ્રિતિક રોશન મુંબઈના ડોન હાજી મસ્તાનના રોલમાં જોવા મળશે. ગંગુબાઈ કાઠિયાવાડ 11 સપ્ટેમ્બર 2020ના રોજ રિલીઝ થશે……..સંજયે હ્રિતિકને આ રોલ માટે અપ્રોચ કર્યો છે. આ ફિલ્મ મુંબઈની ગલીઓમાંથી નીકળીને સૌથી ખુંખાર મહિલાની જર્ની વિશે જણાવશે અને ક્યારે મુંબઈના રેડ લાઈટ એરિયા, કમાઠીપુરાની સૌથી ઉગ્ર અને ક્રૂર સેક્સ વર્કર બની ગઈ.
અગાઉ આ ફિલ્મનું નામ હીરા મંડી હતું અને પ્રિયંકા ચોપરા સાથે તેને બનાવવામાં આવી રહી હતી પરંતુ વાત આગળ વધી શકી નહીં………ખબર મુજબ જો હ્રિતિક આ ફિલ્મનો હિસ્સો બને તો ભણસાલી સાથે તેને 9 વર્ષ બાદ ફરી કામ કરવાનો ચાન્સ મળશે. અગાઉ તેમણે સાથે 2010માં આવેલ ‘ગુઝારિશ’ ફિલ્મમાં કામ કર્યું હતું. છેલ્લે હ્રિતિક રોશન ટાઇગર શ્રોફ સાથે ‘વોર’ ફિલ્મમાં દેખાયો હતો.