દેહરાદૂન-હરિદ્વાર હાઇવે પર મંગળવારે બપોરે એક ચાલતી કારમાં અચાનક આગ લાગી હતી. કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોએ કારમાં લાગેલી આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વધુ સફળતા મળી ન હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી કારમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી.
રાહતની વાત એ હતી કે કારમાં આગ લાગતાની સાથે જ તેમાં સવાર લોકો સલામત રીતે બહાર આવી ગયા હતા. આ ઘટના હાઈવે પર જોગીવાલા નજીક કૈલાશ હોસ્પિટલની બહાર બની હતી. કારમાં આગ લાગી હોવાની માહિતી મળતાં પોલીસ અને ફાયર સર્વિસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લઈ શકાઈ હતી.
આ દરમિયાન દેહરાદૂનથી હરિદ્વાર અને હરિદ્વારથી દહેરાદૂન બંને તરફ ટ્રાફિક જામ થયો હતો. હાઈવેની બંને લેનમાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આગનું કારણ કારમાં શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે, જોકે તેની તપાસ કરવામાં આવી રહી છે.
#WATCH | देहरादून-हरिद्वार हाईवे पर मंगलवार दोपहर में चलती कार अचानक आग का गोला बन गई। जैसे ही कार में आग लगी कार सवार सुरक्षित बाहर निकल आए। बताया जा रहा है कि कार में शॉट सर्किट से आग लगी, हालांकि इसकी जांच की जा रही है।#Uttarakhand pic.twitter.com/ZEBYKTDxoa
— Hindustan (@Live_Hindustan) June 11, 2024
આ વખતે દેહરાદૂન સહિતના મેદાની વિસ્તારોમાં તાપમાન સતત વધી રહ્યું છે અને તેના કારણે વાહનો અને એસીમાં આગ લાગવાની ઘટનાઓ પણ વધી છે. નહેરુ કોલોની પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર આગને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગતાની સાથે જ કાર રોડની કિનારે પાર્ક કરવામાં આવી હતી અને તેમાં સવાર તમામ લોકો બહાર આવી ગયા હતા.