દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીનું ગઠબંધન કાયમ માટે નથી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, AAP અને કોંગ્રેસ બંને પાર્ટીઓ માત્ર એટલા માટે સાથે આવી છે જેથી ભાજપને હરાવી શકાય. ‘ઈન્ડિયા ટુડે’ સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે 4 તારીખે એક મોટું સરપ્રાઈઝ થશે અને વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ઈન્ડિયા બ્લોક લોકસભા ચૂંટણી જીતશે. આ મુલાકાતમાં દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે કાયમી ગઠબંધનમાં નથી. અત્યારે અમારો હેતુ માત્ર ભાજપને હરાવવાનો અને વર્તમાન શાસનમાં ગુંડાગીરી અને સરમુખત્યારશાહીનો અંત લાવવાનો છે.
- Advertisement -
Latest News
- Advertisement -