સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર ભારતમાં જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જે અંતર્ગત ભુજમાં જિલ્લા વહીવટીતંત્ર તરફથી આજે સાંજના પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ તરફથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અશ્વદળ, પોલીસ બેન્ડ અને પોલીસના જુદા જુદા વિભાગના જવાનો અને અધિકારીઓ જોડાયા હતા. આ માચઁ પાસને રાજ્ય મંત્રી વાસણભાઈ આહિરે સ્ટાર્ટ આપ્યો હતો. તે સમયે ધારાસભ્ય નિમાબેન આચાર્ય અને વિરેન્દ્રસિંહ જાડેજા તથા જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશી પોલીસ અધિક્ષક તોલંબિયા સાહેબ નગરપાલિકાના અધ્યક્ષા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને માચઁ પાસને સાથે રહીને સ્ટાર્ટ આપ્યો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રી તેમજ ઘારા સભ્યોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં રાષ્ટ્રીય એકતા અને સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કર્યું હતું અને માર્ચ પાસથી પોલીસ અને પ્રજા વચ્ચે એક વિશ્વાસનો સેતુ બનશે તેમ જણાવ્યું હતુ.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -