Food News : તમામ પ્રકારના ગાંઠિયા કરતા ભાવનગરી ગાંઠિયા અલગ પડે છે. સ્વાદમાં પણ તે અલગ હોય છે. ચા સાથે ખાવાની મજા અલગ છે. આજે ભાવનગરી ગાંઠિયાને ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. ભાવનગરી ગાંઠિયા ખવામાં પોચા અને નાની સાઈઝના હોય છે.
ભાવનગર ગાંઠિયા બનાવવાની સામગ્રી
- ચણાનો લોટ,
- તેલ,
- મરી પાવડર,
- અજમો,
- બેકિંગ સોડા,
- હિંગ,
- મીઠું સ્વાદાનુસાર,
- જરૂર મુજબ પાણી.
ભાવનગર ગાંઠિયા બનાવવાની રીત
- એક બાઉલમાં પાણી, તેલ, હિંગ, બેકિંગ સોડા નાખીને બધુ બરાબર મિક્સ કરી લો.
- હવે એક કાથરોટમાં ચણાના લોટ, મીઠું, મરી, અજમો, હિંગ વગેરે ઉમેરો.
- હવે તેમાં ફીણેલુ તેલવાળું પાણી નાખી મિક્સ કરી લોટ બાંધો અને 15 મિનિટ ઢાંકીને સેટ થવા દો.
- હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેના પર ઝારો મૂકીને ગાંઠિયા બનાવી લો.
- ગાંઠિયા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લો અને પછી ઝારાની મદદથી કાઢી લો. તૈયાર છે સ્વાદિષ્ટ ભાવનગરી ગાંઠિયા, તમે તળેલા મરચા સાથે ગરમા ગરમ સર્વ કરો.
The post Food News : ઘર પર જ બનાવો ભાવનગરી ગાંઠિયા, જાણો આ સરળ રેસિપી appeared first on The Squirrel.