ધોરાજી શહેરમાં આવેલ હિરપરા વાડીમાં રહેણાંક વિસ્તારમાં કીડીખાઉં લોકોમાં કૌતુક ફેલાયું જોવા મળ્યું હતું. રાજકોટના ધોરાજી શહેરમાં ભાગ્યે જ જોવા મળતું કીડીખાઉં પ્રાણી શહેરના રહેણાંક વિસ્તારમાં ચડી આવતા લોકોમાં કૌતુક ફેલાયું હતું. શહેરના હિરપરા વાડી વિસ્તારમાં આવી ચડેલ કીડીખાઉંને લઈને આ વિસ્તારમાં કીડીખાઉં જોવા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યાં હતાં. કીડીખાઉં પ્રાણીની જો વાત કરવામાં આવે તો કીડીખાઉં પ્રાણીનો સમાવેશ ફોરેસ્ટના શેડ્યુલ- 1 માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રાણી લુપ્ત થતું હોવાની સાથે જંગલ વિસ્તારમાં પણ ભાગ્યે જ નજરે પડતું હોય છે. ત્યારે ધોરાજી શહેરમાંથી મળી આવેલ કીડીખાઉં પ્રાણીને ફોરેસ્ટ વિભાગ દ્વારા પકડીને જૂનાગઢ મોકલી આપ્યું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -