Bharela Marcha Recipe: દરેક લોકોએ ભરેલા રીંગણા, કંકોડા, ભીંડાનું શાક તો ખાધુ જ હશે તો આજે અમે લાવ્યા છે ખાસ તમારા માટે ભરેલા મરચાનું શાક તો ફટાફટ જાણી લો કેવી રીતે બનાવવું આ સ્વાદિષ્ટ શાક
ભરેલા મરચાનું શાક બનાવવાની સામગ્રી
- 5 થી 10 મોળા મરચાં,
- ગાંઠીયાનો ભુક્કો,
- શેકેલા શીંગદાણાનો ભુક્કો,
- સફેદ તલ,
- ધાણાજીરું,
- હળદર,
- લાલ મરચું,
- ખાંડ,
- મીઠું,
- તેલ,
- જીરુ,
- અજમો,
- હિંગ.
ભરેલા મરચાનું શાક બનાવવાની રીત
સ્ટેપ- 1 : સૌ પ્રથમ મરચાને ધોઈ સાફ કરી લો, એક મિક્સર જારમાં ગાંઠીયા, શીંગદાણા, તલને ક્રશ કરી લો.
સ્ટેપ- 2 : એક બાઉલમાં ક્રશ કરેલા ગાંઠિયા, તલ, શીંગદાણાનો ભુક્કો, ધાણાજીરું પાઉડર ,હળદર, મીઠું, ખાંડ, લાલ મરચું ઉમેરીને મિક્સ કરી લો. હવે મરચાને વચ્ચે ચપ્પુની મદદથી ચેકા પાડીને અંદરથી બીજ કાઢી લો અને આ મસાલો ભરો.
સ્ટેપ- 3 : મરચાને દબાવીને મસાલો ભરો અને એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં જીરું ,અજમો,હિંગ નાખી મરચાં વઘારી લો.
સ્ટેપ- 4 : હવે તેની ઉપર ઢાંકણ ઢાંકીને ધીમા તાપે પકાવો અને વચ્ચે વચ્ચે હળવા હાથે હલાવતા રહો.
સ્ટેપ- 5 : વધેલું પુરણ ઉપરથી છાંટીને મરચાંને ગેસ પરથી ઉતારીને સર્વ કરો.
The post Bharela Marcha Recipe: ભરેલા મરચાનું શાક બનાવવાની રેસિપી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ appeared first on The Squirrel.