જુનાગઢ જીલ્લાભરમાં અનેક જગ્યાઓએ કમોસમી વરસાદ થતા ખેડુતોની ખેત પેદાશોમાં મોટાપાયે નુકસાન થયું છે. જે બાબતે જુનાગઢ જિલ્લામા લીલો દુષ્કાળ જાહેર થઈ શકે તેવી પરિસ્થિતિનુ નિર્માણ થયું છે. ખેડુતોએ પાક વીમાનુ પ્રીમિયમ ભરેલ હોવા છતા પાક વીમો મંજુર કરવામા આવેલ ન હોવાથી જૂનાગઢ જીલ્લાના કેશોદ અને માંગરોળ તાલુકામાં માવઠાથી ખેડૂતોને થયેલ નુકશાન અંગે ગુજરાત કિશાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયાની આગેવાની હેઠળ કેશોદ માંગરોળ તાલુકાના ખેડુતોને સાથે રાખી કેશોદ ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. નુકશાની અંગે સર્વે કરીને ખેડૂતોને તાત્કાલીક વળતર ચૂકવવાની માંગ સાથે રજૂઆત કરવામા આવી હતી સાથે માવઠાથી જે મગફળીમાં ફુગ લાગવાથી બગડી ચુકી હોય જે મગફળીનો ભારો માથે લઈ તાલુકા કચેરી રજૂઆત કરવા પહોંચ્યા હતા. ખેડુતોની ખેત પેદાશોમાં થયેલ નુકશાનીનુ તાત્કાલિક સર્વે કરી ખેડુતોને પાક વીમો ચુકવવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -