કેશોદના પુર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ ત્રણ વર્ષ પહેલા આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવી હોસ્પિટલની માંગણીની રજુઆત કરી હતી. જે રજુઆતથી કેશોદમાં સબ જીલ્લા કક્ષાની ૭૫ બેડની સુવિધાઓ ધરાવતી પોણા દશ કરોડના ખર્ચે હોસ્પિટલ મંજુર થતા નવ નિર્માણ હોસ્પિટલનુ કામ ચાલી રહ્યું છે.
બાંધકામ બાબતે પુર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી શહેરના આગેવાનો વેપારીઓની ઉપસ્થિતિમાં સર્પ્રાઇઝ ચેકીંગ હાથ ધર્યું હતું. જો કે નિયમાનુસાર કામ થતુ હોવાનુ જાણવા મળ્યું હતું અને ૭૫ બેડની સુવિધાઓ સાથે મહેકમ પણ મંજુર થતા અત્યારથી પુરતા સ્ટાફની પણ નિમણુક આપવામા આવી હતી. હોસ્પિટલનુ કામ પુર્ણ થયા બાદ કેશોદ તાલુકાભરના તથા આજુબાજુના તાલુકાના દર્દીઓને પણ સબ જીલ્લા કક્ષાની હોસ્પિટલની આધુનિક સુવિધાઓનો લાભ મળશે.