ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પઢવાને લઈને થયેલા હોબાળા બાદ હવે પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ ઝોન-7ના ડીસીપી તરુણ દુગ્ગલે જણાવ્યું હતું કે, ‘ગુજરાત યુનિવર્સિટીમાં શનિવારે રાત્રે 10.30 વાગ્યે બનેલી આ ઘટનામાં 20-25 લોકોના જૂથ સામે કેસ નોંધવામાં આવ્યો છે. જે પૈકી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમના નામ હિતેશ મેવડા અને ભરત પટેલ છે. બાકીના આરોપીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
આ ઘટના અંગે અધિકારીઓએ માહિતી આપી હતી કે ગુજરાત યુનિવર્સિટીની ઈન્ટરનેશનલ બોયઝ હોસ્ટેલમાં રહેતા 4 વિદેશી વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. આ વિદ્યાર્થીઓ શનિવારે રાત્રે રમઝાન દરમિયાન નમાજ અદા કરી રહ્યા હતા ત્યારે ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. એવું કહેવામાં આવ્યું છે કે જે બે વિદ્યાર્થીઓ સૌથી વધુ ઘાયલ થયા છે તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની હાલત ખતરાની બહાર છે.
અહીં આ ઘટનાની માહિતી મળતાં જ અમદાવાદ પોલીસ વડા જીએસ મલિક અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તા રવિવારે સવારે હોસ્ટેલ પહોંચ્યા હતા. બાદમાં વાઈસ ચાન્સેલરે કહ્યું કે એવું લાગે છે કે બંને પક્ષો વચ્ચેની લડાઈ ભૂતકાળના તણાવને કારણે થઈ હતી. પ્રારંભિક અહેવાલો અનુસાર, જે વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો છે તેઓ અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશના છે. આ હુમલા અને લડાઈનો વીડિયો X પર પણ શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો ટુ વ્હીલરની તોડફોડ કરતા પણ જોવા મળ્યા હતા.
#WATCH | Gujarat: Ahmedabad Crime Branch arrested two accused in connection to the Gujarat University Hostel incident.
(Source: Gujarat Crime Branch) pic.twitter.com/EvAGM9M0Oa
— ANI (@ANI) March 17, 2024
ગુજરાત યુનિવર્સિટીમાં 300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે રમઝાન દરમિયાન A બ્લોકમાં રાતની નમાજ દરમિયાન બી બ્લોકના કેટલાક વિદ્યાર્થીઓ પહેલા આવ્યા હતા અને તેનો વિરોધ કર્યો હતો. જે બાદ અહીં ભીડ એકઠી થઈ ગઈ અને ત્યારબાદ વિદ્યાર્થીઓ પર અચાનક હુમલો કરવામાં આવ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતના ગૃહમંત્રીના આદેશ બાદ આ સમગ્ર ઘટનાની તપાસ માટે 9 ટીમો બનાવવામાં આવી છે. જેમાં 4 ક્રાઈમ બ્રાન્ચ અને 5 ડીસીપીની ટીમ બનાવવામાં આવી છે.