Food News: હાલ દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે. આજે બેસતું વર્ષ અને આવતીકાલે ભાઈ બીજ છે. ત્યારે આ દિવસોમાં મહેમાનોની અવર-જવર ચાલુ જ રહે છે. આ સાથે ઠંડીની પણ અસર દેખાવા લાગી છે. ઠંડા વાતાવરણમાં મોટા ભાગના લોકોને ચા પીવાનું મન થાય છે. ત્યારે આવી સ્થિતિમાં મહેમાનો માટે ચાની સાથે મેથીના ગોટા બનાવી શકાય છે. શિયાળામાં આસાનીથી મેથી પણ મળી આવે છે. ફેમસ શેફ સંજીવ કપૂરે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર મેથીના ગોટા બનાવવાની રેસીપી શેર કરી છે. જાણો રેસીપી.
મેથીના ગોટા Recipe Card
• કુલ સમય: 20 મિનિટ
• તૈયારીનો સમય: 10 મિનિટ
• રસોઈનો સમય: 10 મિનિટ
• કેટલા લોકો માટે: 4
• કેલરી: 200
સામગ્રી
• 2 કપ તાજી મેથી
• 1 કપ ચણાનો લોટ
• 1/4 કપ બરછટ ચણાનો લોટ
• 3/4 કપ પાણી
• 2 મોટી ચમચી તેલ
• 1/4 નાની ચમચી હળદર
• 3 મોટી ચમચી લીલા ધાણા
• 1 મોટી ચમચી આખા ધાણા
• 20-25 કાળા મરી
• 3 મોટી ચમચી ખાંડ
• 3-4 લીલા મરચાં
• 1/4 નાની ચમચી અજવાઈન
• 1 ચમચી ઈનો/ફ્રુટ સોલ્ટ
• સ્વાદ મુજબ મીઠું
રીત
સૌથી પહેલા આખા ધાણા અને કાળા મરીને પીસીને મેથીને સાફ કરીને બારીક સમારી લો. હવે એક મિક્સિંગ બાઉલમાં તેલ છોડીને તમામ મસાલા નાખીને મિક્સ કરી લો. આ સાથે જ પાણી ઉમેરીને ઘટ્ટ બેટર તૈયાર કરી લો. હવે 2 ચમચી ગરમ તેલ કરીને અને ફ્રુટ સોલ્ટ મિક્સ કરીને બાજુ પર રાખો. એક પેનમાં તેલ ગરમ કરીને આ બેટરને થોડું-થોડું તેલ ઉમેરીને તેને તળો. મેથીના ગોટા તૈયાર છે. તેને ગરમાગરમ આદુની ચા અને લીલી ચટણી સાથે સર્વ કરો.
The post Food News: ઘરે આવેલા મહેમાનો માટે બનાવો મેથીના ગોટા, જાણો સરળ રેસિપી appeared first on The Squirrel.