હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તાપી જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો અને ત્યારબાદ વરસાદ શરૂ થયો હતો વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ સહિતના વિસ્તારોમા મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જુનાગઢ માળીયા હાટીનામાં બપોર બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. માળીયા હાટીનાના ગ્રામ્ય વિસ્તાર સહિત આસપાસના ખેતરોમા પાણી ફરી વળ્યું હતુ. અનરાધાર વરસાદથી ખેડૂતો મુશ્કેલીમા મુકાયા છે. માંગરોળ તેમજ માળીયા હાટીના પંથકમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સર્વેની કામગીરી થયા બાદ ફરી વરસાદ પડતાં ખેડૂતોની નુકશાની વધી છે. મગફળી સહિતના તમામ પાકો નિષ્ફળ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે જુનાગઢના કેશોદ તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવતી વરસાદી માહોલ સર્જાયો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -