જામનગર જિલ્લાના જામનગર ગ્રામ્ય અને લાલપુર મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રનું ખાનગી કરણ કરવાના વિરોધમા રેલી કાઢવામાં આવી હતી….મધ્યાહન ભોજનના કર્મચારીઓએ રેલી વિરોધ કર્યો હતો. રાજ્ય સરકાર દ્વરા ચાલતી અને સરકારી શાળાના ગરીબ વિધાર્થી માટે મધ્યાહન ભોજનયોજનાનું ખાનગી કરણ કરી અક્ષયપાત્ર નામની સ્વેચ્છી સંસ્થાને આપવામાં આવ્યું છે. આ મધ્યાહ્ન ભોજન યોજનામાં કર્મચારીઓની કે જે છેલ્લા 36 વર્ષથીં નજીવા વેતનથીં પોતાનું ગૂજારાન ચલાવતા અને ખાસ કરી ગ્રામ્ય વિસ્તારમા વિધવા બેનો તેમજ આર્થિક રીતે નબળા વર્ગના કર્મચારીઓ હાલ પોતાની પૂરક રોજગારી મેળવે છે. ગુજરાત સરકાર દ્વરા જામનગર મહાનગર પાલિકા સંચાલિત સરકારી પ્રા શાળા તથા જામનગર ગ્રામ્યના 46 કેન્દ્રો તથા લાલપુર તાલુકાના 47 કેન્દ્રો નું ખાનગી કરણ કરી કરોડો રૂપિયાની કમાણી કરતી ગુજરાત બાહરની ngo ને સુપરત કરવાનો ઠરાવ થયો છે અને આ ngo નું રસોડું પણ જામનગર પાસે આવેલ ઠેબા ચોકડી મહાપ્રભુજીની બેઠક પાસે થઇ રહ્યું છે. તેના વિરૂધમા આજે જામનગર જિલ્લાના તમામ કર્મચારી “અમારી રજૂઆત રેલી” યોજી વિરોધ કર્યો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -