આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ 23 રાજ્યોના ચૂંટણી પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની યાદી જાહેર કરી છે. જેપી નડ્ડાએ વિનોદ તાવડે અને સાંસદ દીપક પ્રકાશને બિહારની જવાબદારી સોંપી છે. આ સાથે જ વૈજયંત પાંડાને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે. દુષ્યંત ગૌતમને ઉત્તરાખંડની જવાબદારી મળી છે.
આ યાદી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલયના પ્રભારી અરુણ સિંહે જાહેર કરી છે.
ભાજપ દ્વારા જાહેર કરાયેલા પ્રભારીઓની યાદીઃ
આંદામાન અને નિકોબાર- વાય સત્ય કુમાર
અરુણાચલ પ્રદેશ- અશોક સિંઘલ
બિહાર- વિનોદ તાવડે અને દીપક પ્રકાશ
ચંડીગઢ- વિજયભાઈ રૂપાણી
દમણ અને દીવ- પૂર્ણેશ મોદી અને દુષ્યંત પટેલ
ગોવા- આશિષ સૂદ
હરિયાણા- બિપ્લબ કુમાર દેવ અને સુરેન્દ્ર નગર
હિમાચલ પ્રદેશ- શ્રીકાંત શર્મા અને સંજય ટંડન
જમ્મુ અને કાશ્મીર- તરુણ ચુગ
ઝારખંડ- લક્ષ્મીકાંત બાજપાઈ
કર્ણાટક- રાધામોહન દાસ અગ્રવાલ અને સુધાકર રેડ્ડી
કેરળ- પ્રકાશ જાવડેકર
લદ્દાખ- અવરિંદ મેનન
મધ્ય પ્રદેશ- મહેન્દ્ર સિંહ અને સિતાશ ઉપાધ્યાય
ઓડિશા- વિજયપાલ સિંહ તોમર અને લતા તેનેન્ડી
પુડુચેરી- નિર્મલ કુમાર સુરાના
પંજાબ- વિજયભાઈ રૂપામાઈ અને નરિન્દર સિંહ
સિક્કિમ- દિલીપ જયસ્વાલ
તમિલનાડુ- અરવિંદ મેનન અને સુધાકર રેડ્ડી
ઉત્તર પ્રદેશ- બૈજયંત પાંડા
ઉત્તરાખંડ- દુષ્યંત કુમાર ગૌતમ
પશ્ચિમ બંગાળ- મંગલ પાંડે, અમિત માલવિયા અને આશા લાકરા