હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લિશ ટીમ 246 રનમાં સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ માટે કેપ્ટન બેન સ્ટોક્સે 70 રનની શાનદાર ઈનિંગ રમી હતી, તેના સિવાય અન્ય કોઈ ઈંગ્લિશ બેટ્સમેન 50 રનનો આંકડો પાર કરી શક્યો નહોતો. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય જસપ્રિત બુમરાહ અને અક્ષર પટેલને 2-2 સફળતા મળી છે.
રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની જોડી ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરવા મેદાનમાં આવી છે.
જસપ્રીત બુમરાહે બેન સ્ટોક્સને 70ના અંગત સ્કોર પર ક્લીન બોલ્ડ કરીને ઈંગ્લેન્ડનો દાવ 246 રન પર સમેટી દીધો હતો. જસપ્રીત બુમરાહની આ બીજી સફળતા છે.