બનાસકાંઠામાં અવાર નવાર અકસ્માતો સર્જાતા રહે છે. શિહોરીથી પાટણ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. ત્યારે વધુ એક વખત આ રસ્તા પર અકસ્માત થવા પામ્યો હતો. મળતી માહિતી મુજબ, શિહોરી-પાટણ હાઈવે પર બનાસનદીમાંથી રેતી ભરીને થરાદ જતું એક ડમ્પર પલટી મારી ગયું હતું. ડમ્પર ચાલક રસ્તા પરથી પસાર થતી ગાયને બચાવવા જતા તેણે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે ડમ્પર પલટી ખાઈ ગયું હતું અને ડીવાઈડર સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં જીજે 08 એયુ 0618 ડમ્પર ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. જ્યારે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જેના પગલે વાહન ચાલકોએ પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિકને ફરી રાબેતામુજબ શરુ થતા પણ ઘણો સમય લાગ્યો હતો. જોકે, આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નહતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -