ભારતનો પાડોશી દેશ ચીને વસ્તી ઓછી કરવા માટે વન ચાઈલ્ડ પોલીસી લાગુ કરી હતી. હવે આ જ પોલીસી ચીન માટે માથાનો દુખાવો બની છે અને દેશમાં યુવતીઓની સંખ્યા ઘટી રહી છે.
ચીનમાં વસ્તીને કંટ્રોલ કરવા જતા મહિલાઓની સંખ્યામાં મોટો ઘડાટો થયો છે. આ જ કારણ છે કે હવે ત્યાંના યુવાનોને યુવતીઓ નથી મળી રહી. આ સમસ્યાને કારણે મહિલાઓનું વેચાણ થઈ રહ્યું છે.
આ નીતિના કારણે ચીનમાં છોકરીઓની અછત છે અને આજે ચીની પુરુષોને લગ્ન માટે છોકરીઓ નથી મળી રહી. આ જ કારણ છે કે વિદેશમાંથી ગરીબ અને લાચાર યુવતીઓને ચીનમાં તસ્કરી કરીને વેચવામાં આવી રહી છે.
આ છોકરીઓને ખરીદીને તેને યાતનાઓ આપવામાં આવે છે. તસ્કરીનો શિકાર બનેલી એક છોકરીએ પોતાની આપવીતિ લોકો સાથે શેર કરી છે. તેની આ કહાની દિલ દહેલવાનારી છે.
ઉત્તર કોરિયામાં તાનાશાહના નિયમો ચાલે છે. જેના કારણે મોટાભાગના લોકો ત્યાંથી ભાગીને બીજા દેશમાં જતા રહે છે. ઓએમનિ પાર્ક નામની યુવતી ઉત્તર કોરિયાથી તેની માતા સાથે ચીન ભાગી ગઈ હતી.
તેને આશા હતી કે તેને ત્યાં સારું જીવન મળશે. પરંતુ ચીનમાં આવ્યા બાદ તે અને તેની મા માનવ તસ્કરીનો શિકાર બન્યા. તેની માતાને દલાલોએ સાડા આઠ હજાર રૂપિયામાં વેચી દીધી ઓએમનિ કુંવારી હોવાથી તેને 25 હજારમાં વેચવામાં આવી.
ચીનમાં ચાલી રહેલા આ ઘૃણાસ્પદ કામ વિશે આ યુવતીએ ઘણા ખુલાસા કર્યા છે. તેણીએ કહ્યું કે ચીનમાં છોકરીઓની અછતને કારણે હવે ત્યાં છોકરીઓ ખરીદવામાં આવી રહી છે. આ અંતર્ગત આખું ગામ પૈસા ભેગા કરીને છોકરી ખરીદે છે. ત્યાર બાદ આખા ગામના પુરુષો તેની સાથે બર્બરતા કરે છે.
આ ક્રમ જ્યાં સુધી છોકરી મરી ન જાય ત્યાં સુધી ચાલુ રહે છે. એક છોકરી મરી જાય પછી ગામલોકો બીજી છોકરી ખરીદી લે છે. આ પછી ફરી ક્રૂરતાનો ઘૃણાસ્પદ ખેલ શરૂ થાય છે. સોશિયલ મીડિયા પર આ સ્ટોરી સાંભળીને લોકો ધિક્કાર વરસાવી રહ્યા છે.
The post અહીં 25 હજાર રૂપિયામાં વેચાતી મળે છે કુંવારી યુવતીઓ, ખરીદીને થાય છે રૂહ કંપાવનારા ઝુલમ appeared first on The Squirrel.