વરસાદની સિઝન આમ તો મજાની હોય છે પણ સતત કેટલાય દિવસ સુધી વરસાદ થવાના કારણે પુર જેવી સ્થિતિ બની જાય છે. એટલું જ નહીં ચોમાસામાં બહારની સાથે સાથે ઘરમાં રાખેલી વસ્તુઓને પણ નુકસાન થાય છે. આ સિઝનમાં હ્યૂમિડિી વધવાથી ન ફક્ત દીવાલો, બારીઓ, દરવાજામાં ભેજના કારણે ખરાબ થવા લાગે છે, પણ રસોડામાં રાખેલી વસ્તુઓ, મસાલા, ખાવા-પીવાની ચીજો ખરાબ થવા લાગે છે. કેટલાય વાર ખાંડ અને મીઠું પણ ભેજ લાગવાના કારણે ખરાબ થઈ જાય છે. ત્યારે આવા સમયે ભેજ લાગવાના કારણે ખાંડ માં ચીકાશ થઈ જાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન હોવ અને રસોડામાં રાખેલી ખાંડ અથવા મીઠું ખરાબ થઈ ગયું હોય તો કે ખરાબ ના થાય તે પહેલા તમે આ ટિપ્સ અપનાવી શકો છો, તો આવો જાણીએ વિગતે….
ખાંડ,મ મીઠાથી ભેજ દૂર રાખવાની 6 પદ્ધતિ
- મોટા ભાગે વરસાદના દિવસોમાં ખાંડ વાતાવરણમાં વધારે ભેજ હોવાના કારણે ચિકણી થઈ જાય છે. તેનાથી ખાંડનો સ્વાદ ખરાબ થઈ જાય છે. ઘણી વાર લોકો તેને ઉપયોગ પણ કરી શકતા નથી. આપ ખાંડના ડબ્બામાં 7થી 8 લવિંગ નાખી દો. અને એક કપડામાં બાંધીને રાખી મુકી દો. તેનાથી ખાંડમાં ભેજ લાગશે નહીં અને ફ્રેશ તથા એકદમ ડ્રાઈ રહેશે.
- જે ડબ્બામાં ખાંડ રાખતા હોય તો તેનું ઢાંકણ ઢીલુ હશે તો ખાંડમાં ભેજ લાગી જશે. સારા કંટેનરમાં ખાંડ અથવા મીઠું રાખી મુકો. મીઠું, ખાંડ રાખવા માટે કાચના કંટેનર અથવા બરણીનો ઉપયોગ કરો. તેમાંથી ભેજ નહીં લાગે અને ડ્રાઈ રહેશે.
- મોટા ભાગે લોકો ભીના હાથે અથવા ભીની ચમચીથી ખાંડ કાઢતા હોય છે. આવું ન કરો નહીં પાણીના કારણે તેમાં ભેજ લાગી જશે. સુકી ચમચીથી જ ખાંડ કાઢો. તેનાથી હાઈઝીન પણ મેન્ટેન રહેશે. ખાંડ કાઢ્યા બાદ ઢાંકણ હંમેશા ટાઈટ બંધ કરો.
- જે બરણીમાં આપ ખાંડ અથવા મીઠું સ્ટોર કરો છો, તેમાં એક કપડામાં ચોખાના થો઼ડા દાણા નાખીને બાંધી દો. ચોખા ભેજને સુકવવાનું કામ કરી શકે છે. તેનાથી વરસાદની સિઝનમાં પણ ડ્રાઈ રહેશે.
- ખાંડવાળી બરણીમાં તમે તજના એકબે ટુકડા રાખી મુકો. તમે ઈચ્છો તો મીઠામાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તજની સુગંધ પણ તેમાં જશે અને તેને ભેજ રહિત સુકુ રાખશે.
- જે પણ કંટેનર અથવા બરણીમાં આપખાંડઅથવા મીઠું રાખો છે, તેમાં બ્લોટિંગ પેપર સારી રીતે નાખીને લગાવી દો. ત્યાર બાદ ખાંડ નાખો, બ્લોટિંગ પેપર ભેજને સુકવવાનું કામ કરે છે. આ રીત અપનાવી જુઓ, ખાંડ, મીઠામાં ભેજ નહીં લાગે.
The post હવે ચોમાસામાં પણ ખાંડને નહીં લાગે ભેજ, બસ ફૉલો કરો આ 6 ટ્રિક્સ, કિડીઓ પણ દૂર રહેશે appeared first on The Squirrel.