લંડન અંડરગ્રાઉન્ડ મેટ્રો
લંડન અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન એ વિશ્વનું પ્રથમ અંડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશન છે. તેને 1863માં લોકોમોટિવ ટ્રેનો માટે ખોલવામાં આવ્યું હતું અને પેડિંગ્ટન અને ફરિંગ્ડન વચ્ચે ચલાવવામાં આવ્યું હતું. આ વિશ્વની સૌથી લાંબી મેટ્રો લાઈન માનવામાં આવે છે. આ લાઈનો પર દરરોજ લગભગ 48 લાખ મુસાફરો મુસાફરી કરે છે.
પેરિસ મેટ્રો
પેરિસ મેટ્રો 1900માં શરુ થઈ હતી. મોસ્કો મેટ્રો પછી આ યુરોપની બીજી સૌથી વ્યસ્ત મેટ્રો લાઇન છે. 16 લાઈનોમાં ચાલતી આ મેટ્રો લાઈન દ્વારા દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. આ મેટ્રો કુલ 197 કિલોમીટર સુધી અંડરગ્રાઉન્ડમાં જ ચાલે છે.
શિકાગો એલ
શિકાગોની એલિવેટેડ ‘L’ મેટ્રો સિસ્ટમ 1892થી શરૂ થઈ હતી. આ મેટ્રો લાઇન દ્વારા દર વર્ષે 230 મિલિયનથી વધુ મુસાફરો દરરોજ મુસાફરી કરે છે. જેનાથી આ અમેરિકામાં બીજી સૌથી વ્યસ્ત મેટ્રો બની જાય છે. આ મેટ્રો સ્ટેશનની 2 લાઇન 24 કલાક સેવા પૂરી પાડે છે.
ગ્લાસગો સર્કુલર અંડરગ્રાઉન્ડ
ગ્લાસગો સર્ક્યુલર અંડરગ્રાઉન્ડ સ્કોટલેન્ડનું સૌથી જૂનું મેટ્રો સ્ટેશન છે. તે 1896માં ખુલ્યું અને આ વિશ્વનું ત્રીજું સૌથી જૂનું મેટ્રો સ્ટેશન છે. આ મેટ્રો 15 સ્ટેશનોને કવર કરે છે. દરરોજ લાખો લોકો આ મેટ્રો દ્વારા મુસાફરી કરે છે.
બુડાપેસ્ટ મેટ્રો
બુડાપેસ્ટ મેટ્રો વિશ્વની સૌથી જૂની ઇલેક્ટ્રિક અંડરગ્રાઉન્ડ મેટ્રો છે. તેને પહેલીવાર 1896માં લૉન્ચ કરવામાં આવ્યું હતું. હાલમાં બુડાપેસ્ટ મેટ્રોમાં લગભગ 4 લાઈનો છે. જોકે, હવે 5મી લાઈનનું પણ નિર્માણ ટૂંક સમયમાં થવાનું છે.
The post Metro Station: આ છે દુનિયાના સૌથી જૂના મેટ્રો સ્ટેશન, લાખો લોકો કરે છે મુસાફરી appeared first on The Squirrel.