77 વર્ષીય મહિલા જેનેટે ખુલાસો કર્યો કે કેવી રીતે 30 વર્ષ પહેલા તે પોતાની મૂર્ખાઈને લીધે 12 મિલિયન ડોલર એટલે કે આશકે 1 અરબ રૂપિયા ગુમાવી બેઠી અને આખું જીવન પોતાના બાળકોની સાથે ગરીબીમાં વિતાવ્યું.
12 મિલિયન ડોલર જીતી ગઈ
જેનેટ વેલેંટી પોતાના પતિ બ્રૂનોનાં 1984માં મૃત્યુ બાદ પોતાના 2 બાળકો કેવિન અને જેનિફરનું મુશ્કેલીથી પાલન-પોષણ કરી રહી હતી. તેમણે 17 જૂલાઈ 1991નાં ગ્રેનાઈટવિલેમાં ડેલિસટેસન જે.એન.જેમાં $1ની લોટરી ટિકીટ ખરીદી હતી. બીજા દિવસે તેના એક મિત્રે તેને જણાવ્યું કે સ્ટેટન દ્વીપમાં એક વિનિંગ ટિકીટ વેંચવામાં આવ્યું છે જ્યારે જેનેટે વિનિંગ લોટરી નંબર ચેક કર્યો ત્યારે તેને ખબર પડી કે તે 12 મિલિયન ડોલર જીતી ગઈ છે. તે ઘરે જઈને ટિકીટ શોધવા લાગી પણ ત્યારે તેને યાદ આવ્યું કે જ્યારે તે ફરવા નિકળી હતી ત્યારે જલ્દી-જલ્દીમાં તેણે ટિકીટ પોતાના ઘરનાં ડસ્ટબીનમાં ફેંકી દીધી હતી.
પહેલીવાર પડોશીએ કચરો ઊપાડ્યો
ઊતાવળમાં જેનેટે કચરામાં ટિકીટ શોધવાનો પ્રયાસ કર્યો પણ તેને મળી નહીં. વેલેંટીએ જણાવ્યું કે,’ મારી પડોશી કે જેણે સમગ્ર જીવનમાં મારી સાઈડ કચરો ફેંક્યો હતો તેણે બસ એ જ દિવસ મારો કચરો ફેંકી દીધો હતો. કચરાની ગાડી કચરો લઈ ગઈ અને જીવન બદલનારાં મારા એક અરબ રૂપિયા પણ …’
સૌએ હાથ ઊંચા કરી દીધાં
જેનેટે પોતાની ભૂલ સુધારવાનાં પ્રયાસો કર્યાં. તે તાત્કાલિત વકીલ પાસે ગઈ પણ વકીલે કહ્યું કે પુરસ્કારનો દાવો કરવાનો એકમાત્ર રસ્તો લોટરી ટિકીટ છે. તેમણે કહ્યું કે ટિકીટ વેંચનારાની સીસીટીવી ફુટેજ પણ કોઈ કામની નથી. હતાશ થયેલી વેલેંટીએ જણાવ્યું કે,’ કંઈ મેળવવાથી પહેલા જ હું બધું ખોઈ બેઠી હતી. તેના લીધે હું લાંબા સમય સુધી બીમાર પણ રહી.’લોટરી નિયમોનુસાર વિજેતા ટિકીટ ખરીદ્યાનાં એકવર્ષ સુધી 17 જૂલાઈ 1992 સુધી જ દાવો કરી શકે છે. આ સાથે જ તેનો 12 મિલિયન ડોલરનો પુરસ્કાર બેકાર ગયો.
The post OMG! કચરામાં નાખી દીધા 1 અરબ રૂપિયા, એક મૂર્ખતા અને હાથમાં આવેલી લક્ષ્મી રવાના, કહાની જાણી તમે પામશો નવાઈ appeared first on The Squirrel.