આ તે કેવી મજા?
રોજ મને ચણ નાખી છેવટે તો દોરે ફસાવે છે મને, ઉજવણી ના નામે પતંગ ચડાવી અઢળક લોહી વહાવે છે મને,
ઉડવા માટે પાંખો આપી એને જ દોરાથી કપાવે છે મને, ભરવા પેટ મારું આમ તેમ ભટકતા લોહી વડે નવડાવે છે મને,
દોરા અને દવા વડે ટાંકા લઈને કેટલાંક માનવો બચાવે છે મને, ઊડતા ખુલ્લા આકાશમાં મારી પાછળ પતંગ ભગાવે છે મને,
એમ જ ક્યાં ફરું છું આકાશમાં બચ્ચાંઓ મારા ચણ ખાતર રડાવે છે મને, લઈને જતા ચણ એના માટે માનવી પતંગ વડે કપાવે છે મને,
રોજ મને ચણ નાખી છેવટે તો દોરે ફસાવે છે મને, ઉજવણી ના નામે પતંગ ચડાવી અઢળક લોહી વહાવે છે મને,
વર્તમાનનો વિપુલ
વિપુલ પરમાર
ભાભર, બનાસકાંઠા