થરાદ, રાધનપુર, ખેરાલુ, બાયડ, લુણાવાડા અને અમરાઈવાડી વિધાનસભા બેઠક પર ચુંટણી યોજાઈ હતી. વહેલી સવારથી મતદાન મથકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. ત્યારે થરાદ વિધાનસભાની ચુંટણી માટે બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ મતદાન કરવા પોતાના ગામે પહોંચ્યા હતા. આ ઉપરાંત થરાદ વિધાનસભાના ઉમેદવાર જીવરાજભાઈ પટેલે પણ મતદાન કર્યું હતું. સાથે જ તેમણે લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. મતદારોએ પણ ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના આ પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ તમામ બેઠકો પરના મતદાન મથકો પર યોજાઈ રહેલ મતદાન શાંતિપૂર્ણ યોજાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, 24 ઓક્ટોબરના રોજ આ પેટાચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.