ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રવિવારે ઑસ્ટ્રેલિયા સામેની બીજી ટી-૨૦ મૅચની શરૂઆત પહેલાં ફોટો સેશન માટે મેદાન પર આવેલી ભારતીય ખેલાડીઓ પોતપોતાની ખુરસી લઈને ફોટોગ્રાફરે બતાવેલી જગ્યા પર ગઈ હતી અને તમામ ખેલાડીઓએ અલગ-અલગ રૉમાં ગોઠવાઈને ફોટો માટે પોઝ આપ્યો હતો.
શુક્રવારની પ્રથમ ટી-૨૦માં ભારતે વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને ૯ વિકેટે હરાવ્યું હતું. જોકે બીજી મૅચમાં ભારતીય ટીમે બૅટિંગ મળ્યા પછી શરૂઆતથી જ ધબડકો જોયો હતો. ભારતીય ટીમ ૨૦ ઓવ